ભજન સંધ્યા સાખી ભાગ - ૧૦ Bhajan Sakhi Lyrics

ભજન સંધ્યા સાખી ભાગ - ૧૦
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય
દુંદાળો દુ:ખ ભંજણો સદાયે બાળા વેશ ,
સમરતાં લખ લાભ દીયે ગૌરી પુત્ર ગણેશ .
ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોર ,
દિવસે સમરે વાણિયા રાતે સમરે ચોર .
સુર બીન મિલે ન સરસ્વતી ગુરૂ બીન મીલે ન જ્ઞાન ,
જલ બીના ન ઉતરે આરતી અન્ન બીના ટકે નહીં પ્રાણ .
સદા ભવાની સહાય રહો સનમુખ રહો ગણેશ ,
પંચદેવ મળી મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ .
સમરૂં સરસ્વતી શારદા મા તું અવીચળ વાણી આપ ,
ગુણ ગોવિંદના ગાવા મળે ટળે જગના સંતાપ .
ગુરૂ ગોવિંદ દોનો ખડે મેં કિસકો લાગું પાય ,
બલિહારી ગુરૂદેવકી જીસને ગોવિંદ દીયા બતાય .
પ્રથમ નમું ગુરૂદેવને જેણે આપ્યું છે નીજ જ્ઞાન ,
જ્ઞાને ગોવિંદને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન .
ગુરૂ બીન જ્ઞાન ન મીલે ગુરૂ બીન મીટે ન ભેદ ,
ગુરૂ બીન શંશય ન ટળે જય જય જય ગુરૂદેવ .
મન લોભી મન લાલચુ મન ચંચળ મન ચોર ,
મન કો કહ્યો ન માનીયે મન હરાયું ઢોર .
મનની મતે ન ચાલીયે મન જ્યાં ત્યાં લઈ જાય ,
મન કો ઐસા મારીયે ચુર ચુર હો જાય .
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
khubaj sars sakhi o
જવાબ આપોકાઢી નાખોThank you...
કાઢી નાખો