Skip to content Skip to sidebar Skip to footer

Tara Vina Shyam Garba Lyrics તારા વિના શ્યામ ગુજરાતીમાં

તારા વિના શ્યામ મને એકલડું લાગે
કલાકાર - જ્યોત્સના રાઈચૂરા
મ્યુઝિક - કશ્યપ ઉપાધ્યાય
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ - હીંચ , એક તાળી , ગરબા

શ્યામ...
હો, શ્યામ...
હો, શ્યામ
તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવા ને વેહલો આવજે (૨)
તારા વિના શ્યામ એકલડું લાગે (૨)
રાસ રમવા ને વેહલો આવજે
રાસ રમવા ને વેહલો આવજે (૨)

શરદ પૂનમ ની રાતડી, ઓહો
ચાંદની ખીલી છે ભલી ભાત ની (૨)
તું ના આવે તો શ્યામ, રાસ જમે ના શ્યામ
રાસ રમવા ને વેહલો આવ, આવ, આવ શ્યામ
રાસ રમવા ને વેહલો આવજે
તારા વિના શ્યામ મને એકલડું લાગે (૨)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (૨)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં, રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ...
તારા વિના શ્યામ... (૨)

અંગ અંગ રંગ છે અનંગનો,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ.
રંગ કેમ જાય તારા સંગનો (૨)
તું ન આવે તો શ્યામ,
તારા વિના શ્યામ... (૨)

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Tara Vina Shyam Garba Lyrics તારા વિના શ્યામ ગુજરાતીમાં"