Skip to content Skip to sidebar Skip to footer

Avi Rudi Ajvali Raat Lyrics In Gujarati આવી રૂડી અજવાળી રાત ગુજરાતીમાં

આવી રૂડી અજવાળી રાત
કલાકાર - કિર્તીદાન ગઢવી
તાલ - દીપચંદી

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે મારા રાજ

હે રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાહ્યબોજી તેડાં મોકલે રે મારા રાજ

હે ઘેર આવો ઘર કેરી નાર રે,
અમારે જાવું ચાકરી રે માણા રાજ
હે રે આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાહ્યબા નહિ આવું રે માણા રાજ

હે ગોરી મુને ચડી રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે માણા રાજ
હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણા રાજ

હે તમારે છે સહિયરુંનો સાથ રે,
એની હારે તમે બોલજો રે માણા રાજ
હેજી રે મારે સાહ્યબા ચૂંદડીની ઓશ,
ચૂંદડી મોંઘા મુલની રે માણા રાજ
હે રીયો રીયો આજોની રાત,
ચૂંદડીને તમે મુલાવો માણા રાજ
આવી રૂડી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

3 ટિપ્પણી for "Avi Rudi Ajvali Raat Lyrics In Gujarati આવી રૂડી અજવાળી રાત ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.