Skip to content Skip to sidebar Skip to footer

Mor Bani Thangat Kare Lokgeet Lyrics મોર બની થનગાટ કરે ગુજરાતીમાં

મોર બની થનગાટ કરે
કલાકાર - ઓસમાન મીર
શબ્દો - ઝવેરચંદ મેઘાણી
તાલ - ડબલ હીંચ , હીંચ

કોટે મોર ટહુકીયા અને , વાદળ ચમકી વીજ
મારા રૂદાને રાણો સંભાળ્યો , જોને આવી અષાઢી બીજ

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે,
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,
નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ...
મેઘઘટા ગરજાટ ભરે... મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો,
પથરાઇ સારી વનરાઇ પરે,
ઓલો મેઘ આષાઢીલો આજ મારે
દોય નેન નીલાંજન-ઘેન ભરે... મન મોર બની

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે...
મારું મન મોર બની થનગાટ કરે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Mor Bani Thangat Kare Lokgeet Lyrics મોર બની થનગાટ કરે ગુજરાતીમાં"