Skip to content Skip to sidebar Skip to footer

Mogal Ave Navrat Ramva Garba Lyrics મોગલઆવે નવરાત રમવા ગુજરાતીમાં

મોગલઆવે નવરાત રમવા
કલાકાર - ઐશ્વર્યા મજમુદાર
શબ્દો - કવિ દાદ
તાલ - ત્રણ તાળી , ગરબા , દાંડીયારાસ

મોગલઆવે , હે નવરાત રમવા...
કેવા કેવા વેશે માં..
માતું કેવા કેવા વેશે..
મોગલઆવે , હે નવરાત રમવા...
કેવા કેવા વેશે માં..
માતું કેવા કેવા વેશે..
તું સૌને દેખે માતાજી,
તુજને કોઈ ન ભાળે માં..
મોગલઆવે...

ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે,
ખણણણ ખણણણ ખાંબી માં..
ખણણણ ખણણણ ખાંબી માં..
તારે હાથે હેમનાં કડાં ઝળુંબે,
માડી લટું મોકળી લાંબી માં..
તારી લટું મોકળી લાંબી..
નવલાખુ ભેળી માતાજી,
તાલી લેશે ને કાઈ દેશે
મોગલઆવે...

તારે ડગલે ડગલે કંકુ ઝરતા,
આખો મારગ રાતો રાતો માં,
મારગ રાતો રાતો માં,
અને ચાંદનીનો ચંદરવો માથે
લીલી કોર ની રાતો માં, લીલી કોર ની રાતો માં ,
"દાદ" કહે મછરાળી મોગલ સદાય ભેળે રહેશે..
માં મોગલ આવે...
મોગલ આવે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

2 ટિપ્પણી for "Mogal Ave Navrat Ramva Garba Lyrics મોગલઆવે નવરાત રમવા ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.