Skip to content Skip to sidebar Skip to footer

Darad Je Hoy Chhe Dilama Gazal Lyrics દરદ જે હોય છે દિલમાં

દરદ જે હોય છે દિલમાં
કલાકાર - ભાવેશ વ્યાસ
શબ્દો - નાઝિર દેખૈયા
તાલ -  દાદરા

સમય સંજોગ મળતા ન હતા એકાંત ના પુષ્પો ખરતા હતા
મળી ગયું જૂનું દર્દ આજે આવી આવી અશ્રુઓ કહેતા હતા

દરદ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે,
રહે છે મૌન જો આંખો તો અશ્રુધાર બોલે છે.
દરદ જે હોય છે દિલમાં...

ખફા થાશો નહીં આ તો તમારો પ્યાર બોલે છે,
નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે.
દરદ જે હોય છે દિલમાં...

પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે,
તમે મૌજુદ છો ઘરમાં દરો દીવાર બોલે છે.
દરદ જે હોય છે દિલમાં...

તમારી યાદ આવે છે મનોમન વાત થાયે છે,
હું સાંભળતો રહું છું ને હૃદય ધબકાર બોલે છે.
દરદ જે હોય છે દિલમાં...

ફકીરી હાલ જોઈને પરખ કરજો નહી નાઝિર'
જે સારા હોય છે એના તો સંસ્કાર બોલે છે.
દરદ જે હોય છે દિલમાં...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Darad Je Hoy Chhe Dilama Gazal Lyrics દરદ જે હોય છે દિલમાં"