Skip to content Skip to sidebar Skip to footer

RAMDEV PIR NI SAKHIO રામદેવ પીર ની સાખીઓ


રામદેવ પીર ની સાખીઓ
કલાકાર - સુરેશ રાવલ
શબ્દો - સાખી રામદેવ પીર
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

કળશ માં કળા બિરાજે
અને નેજામાં વર્ષે નુર
દેવળ માં પીર પોતે બિરાજે
પીર મારો બેઠા છે જ્યોત સ્વરૂપ

ધજા દીઠે ધણી સાંભળે
એ દેવળ દીઠે દુઃખ જાય
દર્શન કરતા રામો પીરના
સઘળા પ્રાયશ્ચિત થાય

કોટે મોર ટહુકીયા અને
વાદળ ચમકી વીજ
મારા રૂદાને રાણો ભેટિયા
જોને આવી અષાઢી બીજ

રામા કહુકે રામદેવ
હીરા કહુકે નાથ
નર ને રણુજા વાળો ભેટિયા
તો નર થઈ ગયા ન્યાલ

હરજી હાલો દેવળે
પૂજવા રામા પીર
કોડીયા ના કોડ મટાડિયા
બાપ સાજા કરે શરીર

ભમ્મર ભાલો હાથમાં
ધરી ધરી ને હાથમાં તીર
એ એવા લીલુડે અસવાર થઈ
એ તમે આવજો રામા પીર

સંધ્યા સમયે સુમિરન દીધું
થયો ઝાલર નો ઝણકાર
ઉતરે અલખ ધણીની આરતી
જગમાં વર્તાયો જય જયકાર

રામા તમારા દેવળે
બળે ગૂગળ ના ધૂપ
નરનારી તમને નમનું કરે
તમને નમે મોટા મોટા ભૂપ

રામદેવ રક્ષા કરો
અને હરો સંકટ સંતાપ
સુખ કરતા સમરથ ધમે
જપુ નિરંતર જાપ

પ્રથમ પહેલા કોને સમરિયે
કોના લઈએ નામ
માત પિતા ગુરુ આપણા
લીજીયે અલખ પુરુષ ના નામ


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

5 ટિપ્પણી for "RAMDEV PIR NI SAKHIO રામદેવ પીર ની સાખીઓ"

  1. સુરેશ રાવળ દ્વારા ગવાયેલા ભજનો lyrics ની pdf મોકલો

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ભાઈ મારી પાસે pdf નથી પણ એમના દ્વારા ગવાયેલ ભજનો સાઈટ માં મળી જશે અને નવા ભજનો પણ હું અપલોડ કરીશ એટલે સાઈટ ની મુલાકાત લેશો એટલે માળી જશે.

      કૉમેન્ટ કરવા બદલ આભાર...
      જય શ્રી રામ...

      કાઢી નાખો
  2. અજ્ઞાત12/6/22 6:16 PM

    જય જય પીર રાણાની આરતી

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ભાઈ રામાપીર ની આરતી સાઈટ પર એડ કરી દીધી છે.
      નીચેની લિંક પરથી જોઈ શકશો.
      https://www.gujjulyricsin.com/2022/06/ramapir-ni-aarti-lyrics.html

      કાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.